સુરત ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાચારમાં રહેલ કાર્બી યુથ ફેસ્ટિવલ 2024નું આયોજન આસામમાં રહેતા કાર્બી લોકોનો વાર્ષિક ઉત્સવ છે.
આર્જેન્ટિનાએ બ્રિકસ સભ્યપદનો અસ્વીકાર કર્યો છે.
ભારતીય કુસ્તીબાજ પૂજા ધાંડાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) – C58થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.
સાગર પરિક્રમાના 10માં તબક્કાની ચેન્નાઈથી શરૂઆત કરવામાં આવી છે.
નવા વર્ષ (2024) ના પ્રથમ દિવસે એક સાથે 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કરીને ગુજરાતે ગિનિસ વર્લ્ડ બૂકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
શાસ્ત્રીત સંગીતના સૌથી મોટા ઉત્સવ સપ્તકની 44મી આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘ડેઝર્ટ સાયક્લોન 2024’નું રાજસ્થાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એ બ્રિકસ સભ્યદેશોમાં સમાવિષ્ટ થયેલા નવા દેશો છે.
વાઈસ એડમિરલ બી શિવકુમારે કંટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે સૌપ્રથમ ઓલ-ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
02 January 2024 Current Affairs – Important Current Affairs
દિવ્ય કલા મેળો
સમગ્ર દેશમાં, ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન) દ્વારા નેશનલ દિવ્યાંગજન ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NDFDC) હેઠળનું સર્વોચ્ચ કોર્પોરેશન દિવ્યાંગ સાહસિકો/કારીગરોના ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શન કરતી અનોખી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે.
જેમાં સુરત ખાતે 29મી ડિસેમ્બર 2023 – 7મી જાન્યુઆરી 2024 દરમિયાન ‘દિવ્ય કલા મેળો’ યોજાશે.
PwD/દિવ્યાંગજનોના આર્થિક સશક્તીકરણ તરફ આ એક અનોખી પહેલ છે.
દિવ્ય કલા મેળો દિવ્યાંગજન (PwD)ના ઉત્પાદનો અને કૌશલ્યોના માર્કેટિંગ અને પ્રદર્શન માટે એક મોટું પ્લેટફોર્મ રજૂ કરે છે.
સુરત ખાતે 2022થી શરૂ થયેલી આ શ્રેણીનો 12મો દિવ્ય કલા મેલો છે.
અગાઉની આવૃતિઓ અનુક્રમે મુંબઈ, ભોપાલ, ગુવાહાટી, ઈન્દોર, જયપુર, વારાણસી, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, પટના વગેરે સ્થળોએ યોજાઇ હતી.
લગભગ 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉધોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યો પ્રદર્શિત કરશે.
કાર્બી યુથ ફેસ્ટિવલ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 જાન્યુઆરીએ કાર્બી યુથ ફેસ્ટિવલ 2024ની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપવા માટે આસામની મુલાકાતે આવવાના છે.
આ કાર્યક્રમ આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં આવેલા તારલાંગસો, દીપુ ખાતે યોજાશે.
રાષ્ટ્રપતિ મુર્મુ ઉપરાંત, આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, આસામના મુખ્ય પ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમા, મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, લા ગણેશન (નાગાલેન્ડના રાજ્યપાલ), નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયો, અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરેડ કે સંગમા સહિત અન્ય ઘણા મહાનુભાવો સમારોહ દરમિયાન પણ હાજર રહે તેવી અપેક્ષા છે.
કાર્બી યુવા ઉત્સવ એ પૂર્વ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લા અને ઉત્તરપૂર્વ ભારતીય રાજ્ય આસામના અન્ય જિલ્લાઓમાં રહેતા કાર્બી લોકો દ્વારા ઉજવવામાં આવતો વાર્ષિક ઉત્સવ છે, જેમાં ઉત્તરપૂર્વ ભારતના અન્ય જાતિઓ અને રાજ્યોમાંથી પ્રસંગોપાત ભાગીદારી થાય છે. તે ભારતનો સૌથી જૂનો વંશીય તહેવાર માનવામાં આવે છે.
તેનું આયોજન કાર્બી કલ્ચરલ સોસાયટી (KCS) દ્વારા કરવામાં આવ્યું છે.
તે સ્થાનિક રીતે “કરબી રિસો-નિમસો રોંગ અજે” તરીકે ઓળખાય છે.
નવા વર્ષના પ્રથમ દિવસે એક સાથે 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કરી ગુજરાતે ગિનિસ વર્લ્ડ બૂકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
મોઢેરાના પ્રાચીન સૂર્ય મંદિર સહિતના 50 ઐતિહાસિક સ્થળો મળી કુલ 108 સ્થળોએ 50 હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા.
મોઢેરામાં યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવી સહિત અઢી હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓના રાજ્યક્ષાના વિજેતાઓને અનુક્રમે અઢી લાખ, પોણા બે લાખ અને એક લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે મથુરાના વૃંદાવન ખાતે દેશની પ્રથમ સર્વ-ગર્લ્સ સૈનિક શાળા સંવિદ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં NGO/ખાનગી/રાજ્ય સરકારી શાળાઓ સાથે ભાગીદારી મોડમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલમાંથી 42ની સ્થાપના કરવામાં આવી છે.
2019માં સૈનિક શાળાઓમાં કન્યાઓના પ્રવેશને શૈક્ષણિક સત્ર 2021-22થી તબક્કાવાર મંજૂરી આપવામાં આવી હતી. મિઝોરમમાં સૈનિક સ્કૂલ છિંગછિપમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાના વિઝન પાછળનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અને સશસ્ત્ર દળોમાં જોડાવા સહિતની કારકિર્દીની વધુ સારી તકો આપવાનો છે. જે ખાનગી ક્ષેત્રને આજના યુવાનોને આવતીકાલના જવાબદાર નાગરિકો બનવા માટે સંશોધિત કરીને રાષ્ટ્ર નિર્માણ તરફ સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવાની તક પણ આપે છે.