/Gujarati Current Affairs | January 03, 2024 | Focus on #vanrakshak #gsrtcconductor #gpsc #class12
Current Affairs

Gujarati Current Affairs | January 03, 2024 | Focus on #vanrakshak #gsrtcconductor #gpsc #class12

03 January 2024 Current Affairs – Oneliners:

  • આણંદ ખાતે નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલય બનાવવામાં આવશે.
  • ભારત અને રશિયાએ કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ (તમિલનાડુ) યુનિટ માટે કરાર કર્યા છે.
  • જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર વેદ પ્રકાશ નંદાનું નિધન થયું છે.
  • સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્સ્ટિટયુટ દ્વારા ગાંધીનગર ખાતે સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે.
  • રશિયા બ્રિકસ 2024નું અધ્યક્ષ બન્યું છે.
  • પ્રો. બી. આર. કંબોજને કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને શસ્ય વિજ્ઞાન (એગ્રોનોમી)માં વિસ્તરણ નિષ્ણાત તરીકેના તેમના યોગદાન બદલ એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
  • સમાચારમાં રહેલ અગાટી એરપોર્ટ (Agatti Airport) અને હાનેડા એરપોર્ટ (Haneda Airport) અનુક્રમે લક્ષદ્વીપ (ભારત) અને ટોકિયો (જાપાન) માં આવેલ છે.

03 January 2024 Current Affairs – Important Current Affairs

કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ: તમિલનાડુ (Tamilnadu)

  • તાજેતરમાં ભારત અને રશિયાએ કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ યુનિટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
  • આ પાવર પ્લાન્ટ ભારતનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે અને રશિયા (Russia) ની તકનીકી સહાયથી તમિલનાડુમાં થિરુનેલવેલી જિલ્લામાં સ્થિત કુડનકુલમ ખાતે બનાવવામાં આવી રહ્યો છે.
  • આ પ્લાન્ટનું નિર્માણકાર્ય માર્ચ 2002 માં શરૂ થયું હતું. આ પ્લાન્ટ 2027 માં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે.
  • આ પ્રોજેક્ટ હેઠળ, પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર (વોડા વોડા એનર્ગો રિએક્ટર) ટેક્નોલોજી સાથે તબક્કાવાર 1,000 મેગાવોટના 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.
  • પ્રથમ તબક્કામાં, યુનિટ । અને ॥ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિટ I અને યુનિટ II એ અનુક્રમે 31 ડિસેમ્બર 2014 અને યુનિટ II એ 31 માર્ચ 2017 ના રોજ કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યા હતા.

નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ (National Transist Pass System – NTPS)

  • કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દર યાદવે સમગ્ર દેશમાં લાકડા, વાંસ અને અન્ય વન પેદાશોના સીમલેસ પરિવહનની સુવિધા માટે નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ (NTPS) સમગ્ર ભારતમાં શરૂ કરી હતી.
  • તેનો ઉદેશ્ય દેશભરમાં એગ્રોફોરેસ્ટ્રી સાથે સંકળાયેલા સહભાગીદારો માટે એકીકૃત, ઓનલાઈન મોડ પ્રદાન કરીને ટિમ્બર ટ્રાન્ઝિટ પરમિટ જાહેર કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે.
  • આ સિસ્ટમ ગ્રામીણ અને શહેરી અર્થતંત્ર વચ્ચે સેતુનું કામ પણ કરશે.
  • NTPS એ એગ્રોફોરેસ્ટ્રી અને જંગલની બહારના વૃક્ષો માટે ગેમ-ચેન્જર છે.
  • NTPS એ વપરાશકર્તાની સગવડ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સરળ નોંધણી અને પરમિટ એપ્લિકેશન માટે ડેસ્કટોપ અને મોબાઇલ એપ્લિકેશન્સ છે.
  • NTPS હેઠળ જનરેટ કરાયેલ QR કોડેડ ટ્રાન્ઝિટ પરમિટ દ્વારા વિવિધ રાજ્યોના ચેક ગેટ્સ પરમિટની માન્યતા સરળતાથી ચકાસી શકશે.
  • હાલમાં, 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ એકીકૃત પરમિટ સિસ્ટમ અપનાવી છે, જે ઉત્પાદકો, ખેડૂતો અને પરિવહનકારો માટે આંતરરાજ્ય વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરે છે.

‘UPI ટેપ એન્ડ પે’ સુવિધા (UPI Tap and Pay)

  • નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payment Corporation of India – NPCI) દ્વારા પેમેન્ટ એપ્સ માટે “UPI ટેપ એન્ડ પે” ફીચર 31 જાન્યુઆરી, 2024 સુધીમાં ઉપલબ્ધ થશે.
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં આ સુવિધાની જાહેરાત કરી હતી.
  • આ ફીચરમાં કૅમેરાને બદલે, ચુકવણી માટે UPI ID અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ ઍડ્રેસ (VPA)ને કૅપ્ચર કરવા માટે નિઅર-ફિલ્ડ કમ્યુનિકેશન (Near Field Communication – NFC) ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
  • આ સુવિધા હેઠળ, વપરાશકર્તાઓએ તેમની UPI એપ્લિકેશનમાં ટેપ એન્ડ પે (Tap and Pay) બટન દ્વારા અન્ય વપરાશકર્તાના UPI (Unified Payment Interface) સ્માર્ટ ટેગ/સ્માર્ટ QR પર ઉપકરણને ટેપ કરીને વ્યવહાર કરી શકે છે.
  • આ ફીચર ફક્ત NFC ટેકનોલોજીથી સજ્જ ફોન અથવા ઉપકરણો પર જ ઉપલબ્ધ થશે.
  • હાલમાં બે એપ્લિકેશન પર આ ફીચર લાઇવ છે: BHIM (Bharat Interface for Money) અને Paytm (માત્ર મર્યાદિત વપરાશકર્તાઓ માટે)
Daily Current Affairs in Gujarati

Telegram Channel for PDF

Current Affairs Main Page

Tags: current affairs, daily current affairs, current affairs in gujarati, current affairs for competitive exams, gujarati current affairs, the hindu, indian express, newsonair, pib, gpsc, upsc, gpssb, gsssb, vanrakshak, forest gaurd, gujarati current affairs, upi, national transist pass system, upi, tap and pay, bhim, paytm