04 January 2024 Gujarati Current Affairs – Oneliners:
- ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “ROBOFST GUJARAT 3.0”નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે.
- કર્ણાટકના મૈસુર જીલ્લાના વરુણા ગામ ખાતેથી 11મી સદીના જૈન શિલ્પો મળી આવ્યા છે.
- મહાત્મા મંદિર (ગાંધીનગર) ખાતે ‘ટુ નેટ ઝીરો’ અને ‘ગંદા પાણીના નિકાલ તેમજ કચરાથી ઉર્જા’ વિષય વસ્તુ પર અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવશે.
- અમરેલી જીલ્લાના લિલિયા તાલુકાના ક્રાંકચ ગામ ખાતે ક્રાંકચ બવાડી ડુંગર વિસ્તારમાં રાજમાતા સિંહણનું સ્મારક બનાવવામાં આવ્યું છે.
- મોહમ્મદ વસીમે (UAE) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. (બીજા ક્રમે: રોહિત શર્મા (ભારત))
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
- રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું.
- કચ્છ-ભુજ ખાતે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- રણધીર જયસ્વાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
- શ્રીલંકા દ્વારા આગામી એક વર્ષ સુધી તેના બંદરોના ખાસ આર્થિક ક્ષેત્રમાં ચીનના કોઈપણ સંશોધન જહાજને કાર્ય કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS) એ નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (NCISM) સાથે મળીને ‘SMART 2.0’ (Scope for Mainstreaming Ayurveda Research among Teaching professionals) કાર્યક્રમ શરૂ કર્યો છે.
- ભારત મંડપમ (નવી દિલ્હી) ખાતે આત્મનિર્ભર ભારત ઉત્સવનું આયોજન કરવમાં આવ્યું છે.
- વાઇસ એડમિરલ સંજય જે સિંહે પશ્ચિમી નૌસેના કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ ફ્લેગ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
04 January 2024 Current Affairs – Important Current Affairs (Gujarati Current Affairs)
NASAનું OSIRIS-APEX મિશન
- OSIRIS-APEX, જેનું અગાઉ OSIRIS-Rex (રેગોલિથ એક્સપ્લોરર) નામ હતું.
- આ મિશન NASAના ન્યુ ફ્રન્ટિયર્સ પ્રોગ્રામનું ત્રીજું મિશન છે.
- OSIRIS-APEX: Origins, Spectral Interpretation, Resource Identification, and Security – Apophis Explorer
- OSIRIS-Rex એ એસ્ટરોઇડ બેનુના નમૂનાને પૃથ્વી પર લાવવા માટે 7 વર્ષની મુસાફરી કરી હતી.
- એસ્ટરોઇડ 99942 (એપોફિસ)નું નામ પ્રાચીન ઇજિપ્તની પૌરાણિક કથાના રાક્ષસ સર્પ “એપોફિસ” પરથી રાખવામાં આવ્યું છે.
- એપોફિસ 13 એપ્રિલ, 2029ના રોજ પૃથ્વીની સપાટીથી 19,794 માઈલ (31,860 કિલોમીટર) અંતરેથી પસાર થવાની ધારણા છે.
- તે સિલિકેટ સામગ્રી અને નિકલ-આયર્નથી બનેલો “ડ (સ્ટોની)-પ્રકાર” એસ્ટરોઇડ છે.
વિશ્વની સર્વશ્રેષ્ઠ અને જાજરમાન સિંહણ: ‘રાજમાતા’
- તાજેતરમાં અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાંકચ ગામ ખાતે ક્રાકચ બવાડી ડુંગર વિસ્તારમાં સૌથી ઉંચી ટેકરીઓમાંની એક ટેકરી પર રાજમાતા સિંહણનું સ્મારક બનાવવામાં આવ્યું છે.
- આ સ્મારકનું નામ ‘વર્લ્ડ્સ મોસ્ટ લેજન્ડરી લાયોનેસ’ રાખવામાં આવ્યું છે.
- અહીં ખૂબ સિંહો વસવાટ કરી રહ્યા છે, જેમાં રાજમાતા મોટી સિંહણ હતી. જેથી ગામ લોકોએ એનું નામ રાજમાતા રાખ્યું હતું.
- વર્ષ 2020માં ‘રાજમાતા’નું જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું.
- હાલમાં લીલીયા પંથકમાં 53 સાવજોનો વસવાટ છે જે આ રાજમાતાની દેન છે.
- રાજમાતા સિંહણના નામે ત્રણ જેટલા વિશ્વ રેકોર્ડ નોંધાયેલા છે.
- સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ
- મુકત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે. (તેણે જીવનકાળમા 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો.)
- આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ મનાવ્યો હતો.
ROBOFEST- GUJARAT 3.0
- ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “ROBOFEST- GUJARAT 3.0” એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશનની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન સાયન્સ સિટી રોબોટિક ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું.
- આ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ અને સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે 29-31મી ડિસેમ્બર, 2023 દરમિયાન કરવામાં આવ્યું હતું.
- જેમાં કુલ 67 ટીમો, 330 વિધાર્થીઓ, 50 થી વધુ માર્ગદર્શકોએ ભાગ લીધો હતો.
- તેમાં 7 અલગ અલગ કેટેગરીમાં કાર્યરત રોબોટ્સના પ્રોટોટાઈપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- આ સ્પર્ધામાં કુલ ઈનામની રકમ રૂ. 5.00 કરોડ રાખવામાં આવી હતી.
- GUJCOST એ 29મી ઑક્ટોબર, 2022ના રોજ “રોબોફેસ્ટ-ગુજરાત 3.0” એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશન શરૂ કરી હતી.
- રોબો મેકિંગ સ્પર્ધા “ROBOFEST-GUJARAT 3.0” નું આયોજન એ વિધાર્થીઓમાં STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની એક અસરકારક પહેલ છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ
- રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ કર્યું.
- દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડિ્મશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
- સ્વનિર્ભર 2 હજાર 343 જેટલી કૉલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે.
- અનુસ્નાતક તેમજ પી.એચ.ડી.ના વિધ્યાર્થીઓ પણ રજીસ્ટ્રેશન કરી શકશે.
- આ પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
- પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે.
સ્ત્રોત: NEWSONAIR
કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવરત્તીમાં કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI-SOFC) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
- KLI-SOFC પ્રોજેક્ટ નવી શક્યતાઓ અને તકોને અનલોક કરીને ઈન્ટરનેટ સ્પીડમાં વધારો તરફ દોરી જશે.
- આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ (OFC) દ્વારા જોડવામાં આવશે.
- સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલિમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ ચલણનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.
- પ્રોજેક્ટ બેકગ્રાઉન્ડ:
- અગાઉ, ટાપુઓ સાથે સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ સેટેલાઇટ માધ્યમ હતું, જે મર્યાદિત બેન્ડવિડ્થ ક્ષમતા ધરાવતું હતું અને વધતી બેન્ડવિડ્થની માંગને પહોંચી વળવા સક્ષમ ન હતું.
- કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન કેબલ (KLI) પ્રોજેક્ટમાં મેઇનલેન્ડ (કોચી) થી અગિયાર લક્ષદ્વીપ ટાપુઓ સુધી સબમરીન કેબલ કનેક્ટિવિટી એટલે કે કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, ચેટલેટ, કાલપેની, મિનિકોય, એન્ડ્રોથ, કિલતાન, બંગારામ અને બિત્રા સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
- આ પ્રોજેક્ટને યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન ફંડ (યુએસઓએફ), ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
- ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પ્રોજેક્ટ એક્ઝિક્યુટીંગ એજન્સી હતી.
- કુલ લિંક અંતર: 1,868 કિલોમીટર
- પ્રોજેક્ટની મુખ્ય હાઈલાઈટ:
- પ્રોજેક્ટની કુલ કિંમતઃ રૂ. 1072 કરોડ ઉપરાંત કર.
- આ પ્રોજેક્ટ ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘નેશનલ બ્રોડબેન્ડ મિશન’ના ઉદ્દેશ્યને હાંસલ કરવામાં અને લક્ષદ્વીપ ટાપુઓમાં ભારત સરકારના વિવિધ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સનો અમલ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- પ્રોજેક્ટથી થનાર લાભો:
- ઈ-ગવર્નન્સ, પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, વાણિજ્ય અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. તે ટાપુમાં લોકોના જીવનધોરણમાં વધુ સુધારો કરવામાં પણ મદદ કરશે અને આ વિસ્તારોમાં એકંદર સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપશે.
- લક્ષદ્વીપ ટાપુઓની વસ્તીને હાઇ સ્પીડ વાયરલાઇન બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.
- હાઇ સ્પીડ બ્રોડબેન્ડ FTTH અને 5G/4G મોબાઇલ નેટવર્ક દ્વારા પ્રદાન કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ બેન્ડવિડ્થ લક્ષદ્વીપ ટાપુઓમાં ટેલિકોમ સેવાઓને મજબૂત કરવા માટે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (ટીએસપી) માટે ઉપલબ્ધ હશે.
સ્ત્રોત: PIB
Tags: current affairs, daily current affairs, current affairs in gujarati, current affairs for competitive exams, gujarati current affairs, the hindu, indian express, newsonair, pib, gpsc, upsc, gpssb, gsssb, vanrakshak, forest gaurd, gujarati current affairs, robofest-gujarat 3.0, gujarat common addmission service portal





